Skip to main content

Posts

Showing posts from April, 2017

દેશભક્તિ

કેટલાકને દેશભક્તિ બતાવવાની એટલી બધી ઉતાવળ હતી કે એ સ્નેપચેટ અને સ્નેપડીલ વચ્ચે "કાન ફ્યુઝ" થઈ ગયા અને એમાં સ્નેપડીલ ની એપ અનઇન્સ્ટોલ કરી દીધી! તો મારા “દેશદ્રોહી” (અનઇન્સ્ટોલીયાઓની દ્રષ્ટીએ) દિમાગમાં સવાલ એ થાય છે કે, અગાઉ આમીરખાને અસહિષ્ણુતાનો બફાટ કરેલો ત્યારે આમિર સ્નેપડીલનો બ્રાન્ડ એમ્બેસેડર હોવાથી એ વખતે જ આ દેશભક્તોએ તો એપ ડીલીટ કરી દીધેલી! તો હવે પાછી ઇન્સ્ટોલ કેમની થઈ ગઈ? બાય ધ વે, આ લાગણી દુભાઉ બહિષ્કારી જનતાને ખબર પણ છે કે ભારત માટે સ્ટીવ જોબ્સનું શું સ્ટેન્ડ હતું? જોબ્સને ભારત "ઇન્ટેન્સ અને ડિસ્ટરબિંગ” લાગેલું, જેનો એમની બાયોગ્રાફીમાં ઉલ્લેખ છે. કોઇએ આ મુદ્દે એપલનો બોયકોટ કર્યો હોય એવું જાણવામાં આવ્યું નથી. કારણકે એ હેડલાઇન નથી બની. ઊલટાનાં (બનાવટી) સ્ટેટસ માટે આઇફોનનાં આઉટડેટેડ અને સેકન્ડ હેન્ડ મોડલ પણ ખરીદનારાઓ વધી રહ્યા છે. સ્ટીવ જોબ્સને પણ ક્યારેય ભારતીય માર્કેટમાં રસ નહોતો. એટલે જ આઈફોન અને આઇપેડનાં મોડલ્સ ટયુનિશિયા જેવા ટચૂકડા દેશમાં પહોંચી ગયા હોય તો પણ ભારતીય બજારમાં ક્યાંય સુધી ઓફિશયલી લોન્ચ થતા નહોતા. દુનિયા માટે જૂના થાય પછી રળ્યા...