Skip to main content

Posts

Little Motivation in CORONA Period.!

મને ખબર નથી કે આ ઉલ્લેખ પૌરાણિક કથામાં કરવામાં આવ્યો છે કે નહીં ...  પરંતુ મને આ સંદર્ભ ગમ્યો, તેથી હું તેને શેર કરું છું .. 🌻 એકવાર ભગવાન ઇન્દ્ર ખેડુતો પર ગુસ્સે થયા. તેમણે જાહેર કર્યું કે *12 વર્ષ સુધી વરસાદ નહીં આવે...* તમે પાક ઉગાડશો નહીં ...  ખેડુતોએ નમ્રતા સાથે ભગવાન ઇન્દ્રને વિનંતી કરી. ઇન્દ્ર દેવે કહ્યું કે વરસાદ ત્યારે જ શક્ય છે જો ભગવાન શિવ તેમનો ડમરુ વગાડે! પરંતુ તેમણે ભગવાન શિવ સાથે ગુપ્ત રીતે ચર્ચા કરી હતી અને તેમને આ ખેડૂતો સાથે સહમત ન થવા વિનંતી કરી હતી. જ્યારે ખેડૂતો ભગવાન શિવ પાસે આવ્યા, ત્યારે તેઓએ કહ્યું કે, 12 વર્ષ પછી ડમરુ વગાડવામાં આવશે. નિરાશ ખેડુતોએ 12 વર્ષ રાહ જોવાનું નક્કી કર્યું. પરંતુ એક ખેડૂત નિયમિતપણે ખેતી કરી રહ્યો હતો. બીજ વાવી રહ્યો હતો. અન્ય ખેડુતો તે ખેડૂતની મજાક ઉડાવતા હતા.  ખેડૂતોએ તેને પૂછ્યું, "જ્યારે તમે જાણો જ છો કે 12 વર્ષ વરસાદ નહીં આવે, ત્યારે તમે તમારો સમય અને શક્તિ કેમ બગાડો છો?"  તેણે જવાબ આપ્યો, *"મને ખબર છે કે પાક નહીં આવે. પણ હું આ ફક્ત "મહાવરા" (પ્રેક્ટિસ) તરીકે જમીન ખેડી રહ્યો છું. 12 વર્ષ પછી કદાચ.... હું પા...
Recent posts

पवित्र गीता के बारे में कुछ विद्वानों की राय

अल्बर्ट आइंस्टीन >>>> जब भी मैं भगवद्गीता पढ़ता हूं तो पता चलता है कि भगवान ने किस प्रकार संसार की रचना की है। इसके सामने सब कुछ फीका लगता है। महात्मा गांधी >>>> जब भी मैं भ्रम की स्थिति में रहता हूं, जब भी मुझे निराशा का अनुभव होता है और मुझे लगता है कि कहीं से भी कोई उम्मीद नहीं है तब मं भगवद्गीता की शरण में चला जाता हूं। ऐसा करते ही मैं अथाह दु:खों के बीच भी मुस्कराने लग जाया करता हूं। वे लोग जो गीता का अध्ययन और मनन करते हैं उन्हंे हमेशा शुद्ध विचार और खुशियां मिला करती हैं और प्रत्येक दिन वे गीता के नए अर्थ को प्राप्त करते हैं। हर्मन हीज >>>> भगवद्गीता का सबसे बड़ा आश्चर्य जीवन की बुद्धिमानी के बारे में रहस्योद्घाटन करना है जिसकी मदद से मनोविज्ञान धर्म के रूप में फलता फू लता है। आदि शंकर  >>>> भगवद्गीता के स्पष्ट ज्ञान को प्राप्त करने के बाद मानव अस्तित्व के सारे उद्देश्यों की पूर्ति हो जाती है। यह सारे वैदिक ग्रंथों का सार तत्व है। रुडोल्फ स्टेनर >>>> भगवद्गीता को पूरी तरह समझने के लिए अपनी आत्मा क...

પંચમી આવી વસંતની...

કોકિલ, પંચમ બોલ બોલો કે પંચમી આવી વસંતની. દખ્ખણના વાયરાનાં આ શાં અડપલાં ! ઊઘડ્યાં લતાઓનાં યૌવનનાં સપનાં, લાગ્યો જ્યાં એક વાયુઝોલો – કે પંચમી આવી વસંતની... મંજરી, મત્ત થઈ ડોલો કે પંચમી આવી વસંતની. આંબે આંબે હસે રસની કટોરીઓ, ગાતા ભમતા ભૃંગ પ્રેમ તણી હોરીઓ. આછો મકરંદ મંદ ઢોળો કે પંચમી આવી વસંતની... આતમ, અંતરપટ ખોલો કે પંચમી આવી વસંતની. ચેતના આ આવી ખખડાવે છે બારણાં, હેતે વધાવી એને લો રે ઓવારણાં. ઝૂલે શો સૃષ્ટિનો હિંડોળો ! કે પંચમી આવી વસંતની... – ઉમાશંકર જોશી

ગુજરાતી ભાષાનો વૈભવ (આપણો શબ્દવૈભવ)

લોચન :-ચક્ષુ, આંખ, નયન, નેણ, દગ, નેત્ર, આંખ્ય, ઈક્ષણ , લિપ્સા, ચાક્ષુસ, આર્ક્ષ,નેન અવાજ :-રવ, ધ્વની, નિનાદ, શોર, ઘોઘાટ, ઘોષ, સ્વર, બૂમ, વિરાવ,કલરવ,કિલ્લોલ,શબ્દ,સૂર,કંઠ,નાદ આકાશ :- વ્યોમ, નભ, અંબર, આભ, ગગન, અંતરિક્ષ, અવકાશ, આસમાન, ગયણ, સુરપથ,વિતાન, નભસિલ,ફલક રજની :-રાત્રિ, નિશા, ક્ષિપા, શર્વરી, યામિની , વિભાવરી, નિશીથ, ઘોરા, દોષા, ત્રિયામા,રાત સાગર :-સમુદ્ર, ઉદધિ, રત્નાકર, અબ્ધિ, દરિયો, સમંદર, અંભોધી, મહેરામણ, જલધિ , અર્ણવ , સિધુ, અકૂપાર, મકરાકટ, કુસ્તુભ,સાયર,જ્લનિધી,દધિ, સાયર, અર્ણવ,રત્નાકર,મહેરામણ,મહોદધિ નસીબ :-ભાગ્ય, કર્મ, કિસ્મત, ઇકબાલ, નિયતિ , વિધાતા, પ્રારબ્ધ, દૈવ, તકદીર સુવાસ :-પમરાટ, મહેંક , પરિમલ, સૌરભ, મઘમઘાટ, ખૂશ્બુ, વાસ,પીમળ,સુગંધ ,પરિમણ,ફોરમ, ધરતી :-પૃથ્વી, ધારિણી, વસુંધરા, વસુધા, અવનિ, વિશ્વભંરા,અચલા, વસુમતી,ધરા, ભોય,જમીન, ભોમકા,ધરિત્રી , ક્ષિતી, ધરણી, ભૂપુષ્ઠ , મેદિની, ભૂતળ, પ્રથમી, ભૂમિ, ઈલા, ઉર્વી, ભૂલોક, રત્નગર્ભા,અવનિ, સૂરજ :-રવિ, સૂર્ય, શુષ્ણ, ચંડાશુ, માર્તડ, પુષ્કર, દીશ, અર્યમા ,આદિત્ય, ચિત્રભાનુ, તિગ્માંશુ , મધવા, અંશુમાલી , મરીચી , ખગેશ ,ભાણ...

એક સમજુ પિતાનો પત્ર

પ્રિય પુત્ર, આ પત્ર હું તને ૩ કારણોસર લખું છું...! જીવન,નસીબ અને મૃત્યુ કોઈ જાણી શક્યું નથી... તો અમુક વાત જરૂરી છે કે વહેલા માં વહેલી જ કહી દેવાય...! હું તારો પિતા છું અને આવી વાત જો હું નહિ કહું,તો તને કોઈ જ નહિ કહી શકે...! આ બધી વાત હું મારા અનુભવ થી કહું છું અને જો હું નહિ કહું,તો પણ તું તારા જીવનમાં શીખીશ જ...પણ,ત્યારે તને વધુ તકલીફ પડશે અને કદાચ સમય  પણ નહિ હોય... જીવન સારૂં ને શાંતિ થી જીવવા આટલું જરૂર કરજે...! ૧) જો કોઈ તારી સાથે સારો વ્યવહાર ના કરે,તો મન માં દુઃખ ના લાવીશ... તારી સાથે સારી રીતે વર્તવાની ફરજ ફક્ત મારી અને તારી મમ્મીની જ છે... બાકી દુનિયાનો કોઈ પણ વ્યક્તિ તને દુઃખ આપી શકે છે...તો એના માટે માનસિક રીતે હંમેશા તૈયાર જ રહેજે...કોઈ પણ તારી સાથે સારું વર્તન કરે,તો એનો આભાર વ્યક્ત કરવો...પણ હંમેશા સાવચેત રહેવું...આ દુનિયામાં મારા અને તારા મમ્મી સિવાય બધાના સારા વ્યવહાર પાછળ કોઈ હેતુ/સ્વાર્થ પણ હોઈ શકે છે...ઉતાવળ માં કોઈ ને પણ સારા મિત્ર ના માની લેવા...! ૨) દુનિયા માં કોઈ પણ એવી વસ્તુ નથી કે જેના વગર જીવી ના શકાય...આ વાત તને ખાસ...

ઋષિ પંચમી

દત્તાત્રેય ભગવાને જન્મ લીધ તે અત્રિઋષિ, શકુંતલાને  ઉછેરનાર કણ્વ, ગોત્રથી પ્રસિદ્ધ કશ્યપ, ભારદ્વાજ, પાંડવોના આચાર્ય કૃપાચાર્ય- આ બધા ભારતીય સંસ્કૃતિના ''માઈલસ્ટોન'' છે. રામાયણ શબ્દ કાને પડતાંની સાથે જ મહર્ષિ વાલ્મિકી યાદ આવે અને મહાભારત યાદ આવતાં જ મહર્ષિ વેદવ્યાસ સ્મૃતિપટે તાજા થાય. કૃષિ અને ઋષિ એ તો ભારતભૂમિની ધરોહર છે. વિશ્વનું સર્વપ્રથમ મહાકાવ્ય રામાયણ છે. આજે ઋષિઓને યાદ કરવાનો ઉપક્રમ છે જે સૌને ગમશે. ''ઋષિ''- એટલે મંત્રદૃષ્ટા, નવું દર્શન આપનાર, સાધુ પુરુષ, ઉચ્ચ કોટિના સંત, શ્રેષ્ઠ તપસ્વી- જેવા ઘણા સાત્વિક અર્થો થાય છે. સમગ્ર જગતમાં જો કોઈ સાહિત્યની શરૃઆત થઈ હોય તો તે વેદ છે અને વેદોનું સાંગોપાંગ સર્જન કરનારા આપણા આ મહાન ઋષિઓ છે એ ઋષિઓને વંદન કરી આગળ વધીએ. ''ઋષિ''- ઓના પણ તેમના કર્મો અનુસાર અલગ અલગ પ્રકારો છે. રાજ્યાશ્રય મેળવી રાજાનું અને રાજ્યનું માર્ગદર્શન કરે એને રાજર્ષિ કહે છે, દા.ત. અયોધ્યામાં દશરથ રાજાના ઋષિ વશિષ્ઠ. જેમણે પોતપોતાના ક્ષેત્રમાં ખાસ મહારથ હાંસલ કરેલ હોય તેમને મહર્ષિ કહે છે. દા.ત. મહાભારત મહાકાવ્યના રચયિતા ...

We Grew Up

“1 રૂપિયાની 3 પાણીપુરી” અને “3 રૂપિયાની 1 પાણીપુરી” એ બે ની વચ્ચે આપણે ક્યાંક મોટા થઇ ગયા. “મેદાન પર આવીજા” અને “ઓનલાઈન આવીજા” એ બે ની વચ્ચે આપણે ક્યાંક મોટા થઇ ગયા. “હોટલમાં ખાવા ઝંખવું” અને “ઘરનું ખાવા ઝંખવું” એ બે ની વચ્ચે આપણે ક્યાંક મોટા થઇ ગયા. “ખાધુ પીધુ ને રાજ કર્યુ” અને “દુનિયાદારી સ્વીકારવી” એ બે ની વચ્ચે આપણે ક્યાંક મોટા થઇ ગયા. “બહેનની પારલે ચોકલેટ ચોરવી” અને “બહેન માટે સિલ્ક લાવવી” એ બે ની વચ્ચે આપણે ક્યાંક મોટા થઇ ગયા. “મમ્મી હજુ પાંચ મિનિટ ઉંઘવા દે” અને “snooze બટન દબાવવું” એ બે ની વચ્ચે આપણે ક્યાંક મોટા થઇ ગયા. “તૂટેલી પેન્સિલ” અને “તૂટેલા દિલ” એ બે ની વચ્ચે આપણે ક્યાંક મોટા થઇ ગયા. “જીંદગીભરના દોસ્ત” અને “કાંઇજ કાયમી નથી” એ બે ની વચ્ચે આપણે ક્યાંક મોટા થઇ ગયા. “હું મોટો થવા માંગુ છું” અને “હું ફરીથી બાળક બનવા માંગુ છું” એ બે ની વચ્ચે આપણે ક્યાંક મોટા થઇ ગયા. “ચાલો મળીને પ્લાન કરીએ” અને “ચાલો પ્લાન કરીને મળીએ” એ બે ની વચ્ચે આપણે ક્યાંક મોટા થઇ ગયા. અને છેલ્લે .. “મા બાપ આપણી ઇચ્છા પુરી કરે” અને “આપણે મા બાપની ઇચ્છા પુરી કરીએ” એ બે ની વચ્ચે આપણે...