Skip to main content

એક સમજુ પિતાનો પત્ર

પ્રિય પુત્ર,
આ પત્ર હું તને ૩ કારણોસર લખું છું...!
જીવન,નસીબ અને મૃત્યુ કોઈ જાણી શક્યું નથી...
તો અમુક વાત જરૂરી છે કે વહેલા માં વહેલી જ કહી દેવાય...!

હું તારો પિતા છું અને આવી વાત જો હું નહિ કહું,તો તને કોઈ જ નહિ કહી શકે...!
આ બધી વાત હું મારા અનુભવ થી કહું છું અને જો હું નહિ કહું,તો પણ તું તારા
જીવનમાં શીખીશ જ...પણ,ત્યારે તને વધુ તકલીફ પડશે અને કદાચ સમય 
પણ નહિ હોય...
જીવન સારૂં ને શાંતિ થી જીવવા આટલું જરૂર કરજે...!
૧) જો કોઈ તારી સાથે સારો વ્યવહાર ના કરે,તો મન માં દુઃખ
ના લાવીશ... તારી સાથે સારી રીતે વર્તવાની ફરજ ફક્ત મારી અને
તારી મમ્મીની જ છે... બાકી દુનિયાનો કોઈ પણ વ્યક્તિ તને
દુઃખ આપી શકે છે...તો એના માટે માનસિક રીતે હંમેશા તૈયાર જ
રહેજે...કોઈ પણ તારી સાથે સારું વર્તન કરે,તો એનો આભાર વ્યક્ત
કરવો...પણ હંમેશા સાવચેત રહેવું...આ દુનિયામાં મારા અને
તારા મમ્મી સિવાય બધાના સારા વ્યવહાર પાછળ કોઈ હેતુ/સ્વાર્થ
પણ હોઈ શકે છે...ઉતાવળ માં કોઈ ને પણ સારા મિત્ર ના માની
લેવા...!

૨) દુનિયા માં કોઈ પણ એવી વસ્તુ નથી કે જેના વગર જીવી ના
શકાય...આ વાત તને ખાસ કામ લાગશે,જયારે તને કોઈ તરછોડી
દેશે કે તારી પસંદની વ્યક્તિ કે વસ્તુ તને નહિ મળે...જીંદગી
ચાલ્યા જ કરે છે અને બધી જ વસ્તુઓ કે વ્યક્તિઓ વગર ખુશ
રહેતા શીખી લેજે...!

૩) જીંદગી ટૂંકી છે...જો તું આજનો દિવસ વેડફીશ,તો કાલે
તને જીંદગી પૂરી થતી લાગશે...તો જીંદગીના દરેક દિવસ-દરેક પળનો
સદુપયોગ કરજે...!

૪) પ્રેમ એ બીજું કાંઈ જ નથી,પણ એક બદલાતી લાગણી
જ છે...જે સમય અને સંજોગો સાથે બદલાતી જ રહે છે...જો
તારો પ્રેમ તને છોડી જાય, તો સંયમ રાખજે...સમય દરેક દર્દ ને
ભુલાવે જ છે...કોઈ ની સુંદરતા અથવા પ્રેમ માં જરૂરત કરતાં વધુ
ડૂબી ના જવું...અને કોઈ ના દુઃખ માં પણ જરૂર કરતા વધુ પરેશાન
ના થવું...!

૫) અભ્યાસ માં ઘણા નબળા માણસો પણ જીવનમાં સફળ
બન્યા છે...પણ એનો મતલબ એ નથી કે...અભણ કે અભ્યાસ માં
નબળો માણસ સફળ જ થાય...વિદ્યા થી વધુ કશું જ
નથી... ભણવા ના સમયે ધગશ થી ભણજે...!

૬) હું નથી ઈચ્છતો કે નથી આશા રાખતો,કે તું મને મારા વૃદ્ધ
સમયમાં મદદ કરે...અથવા હું પણ તને આખી જીંદગી સહારો આપી
શકીશ કે નહિ,તે પણ મને ખબર નથી...મારી ફરજ તને મોટો
કરીને,સારું ભણતર આપીને પૂરી થાય છે...એ પછી તું દુનિયાની
મોંઘી ગાડીઓ માં ફરીશ કે પછી સરકારી બસમાં ફરીશ...એ તારી
મહેનત અને આવડત ઉપર નિર્ભર છે...!

૭) તું તારું વચન હંમેશા પાળજે...પણ બીજા એમનું વચન
પાળશે જ એવી આશા ન રાખતો...તું સારું કરજે...પણ
બીજા સારું જ કરશે એવી આશા પણ ન રાખતો...જો આ વાત તને
વહેલી સમજાઇ જશે,તો તારા જીવનના મોટા ભાગ ના દુઃખ દૂર
થઇ જશે..!

૮) મેં ઘણી લોટરી ની ટીકીટ ખરીદી છે. પણ એક પણ લાગી
નથી...જીવનમાં એમ નસીબ થી જ અમીર થઇ જવાતું
નથી...એના માટે ખૂબ જ મહેનત કરવી પડે છે...તો મહેનત થી કોઈ
દિવસ ભાગતો નહિ...!

૯) જીવન ખૂબ જ ટૂંકું છે અને કાળનો કોઇ જ ભરોસો નથી...તો
જેટલો વધુ સમય આપણે સાથે વિતાવી શકીએ, તેટલો વિતાવી
લઈએ...કારણ કે આવતો જન્મ તો આવશે જ...પણ એ જન્મ માં
આપણે મળશું કે નહિ તે ખબર નથી...તો આ જન્મ માં વધુ માં
વધુ સમય પરિવાર સાથે વિતાવજે...!

જો આ વાક્યો પસંદ આવ્યા હોય,તો એક-બે વધુ સ્વજનોને શેર કરજો...!

Popular posts from this blog

ગુજરાતી ભાષાનો વૈભવ (આપણો શબ્દવૈભવ)

લોચન :-ચક્ષુ, આંખ, નયન, નેણ, દગ, નેત્ર, આંખ્ય, ઈક્ષણ , લિપ્સા, ચાક્ષુસ, આર્ક્ષ,નેન અવાજ :-રવ, ધ્વની, નિનાદ, શોર, ઘોઘાટ, ઘોષ, સ્વર, બૂમ, વિરાવ,કલરવ,કિલ્લોલ,શબ્દ,સૂર,કંઠ,નાદ આકાશ :- વ્યોમ, નભ, અંબર, આભ, ગગન, અંતરિક્ષ, અવકાશ, આસમાન, ગયણ, સુરપથ,વિતાન, નભસિલ,ફલક રજની :-રાત્રિ, નિશા, ક્ષિપા, શર્વરી, યામિની , વિભાવરી, નિશીથ, ઘોરા, દોષા, ત્રિયામા,રાત સાગર :-સમુદ્ર, ઉદધિ, રત્નાકર, અબ્ધિ, દરિયો, સમંદર, અંભોધી, મહેરામણ, જલધિ , અર્ણવ , સિધુ, અકૂપાર, મકરાકટ, કુસ્તુભ,સાયર,જ્લનિધી,દધિ, સાયર, અર્ણવ,રત્નાકર,મહેરામણ,મહોદધિ નસીબ :-ભાગ્ય, કર્મ, કિસ્મત, ઇકબાલ, નિયતિ , વિધાતા, પ્રારબ્ધ, દૈવ, તકદીર સુવાસ :-પમરાટ, મહેંક , પરિમલ, સૌરભ, મઘમઘાટ, ખૂશ્બુ, વાસ,પીમળ,સુગંધ ,પરિમણ,ફોરમ, ધરતી :-પૃથ્વી, ધારિણી, વસુંધરા, વસુધા, અવનિ, વિશ્વભંરા,અચલા, વસુમતી,ધરા, ભોય,જમીન, ભોમકા,ધરિત્રી , ક્ષિતી, ધરણી, ભૂપુષ્ઠ , મેદિની, ભૂતળ, પ્રથમી, ભૂમિ, ઈલા, ઉર્વી, ભૂલોક, રત્નગર્ભા,અવનિ, સૂરજ :-રવિ, સૂર્ય, શુષ્ણ, ચંડાશુ, માર્તડ, પુષ્કર, દીશ, અર્યમા ,આદિત્ય, ચિત્રભાનુ, તિગ્માંશુ , મધવા, અંશુમાલી , મરીચી , ખગેશ ,ભાણ...

ઋષિ પંચમી

દત્તાત્રેય ભગવાને જન્મ લીધ તે અત્રિઋષિ, શકુંતલાને  ઉછેરનાર કણ્વ, ગોત્રથી પ્રસિદ્ધ કશ્યપ, ભારદ્વાજ, પાંડવોના આચાર્ય કૃપાચાર્ય- આ બધા ભારતીય સંસ્કૃતિના ''માઈલસ્ટોન'' છે. રામાયણ શબ્દ કાને પડતાંની સાથે જ મહર્ષિ વાલ્મિકી યાદ આવે અને મહાભારત યાદ આવતાં જ મહર્ષિ વેદવ્યાસ સ્મૃતિપટે તાજા થાય. કૃષિ અને ઋષિ એ તો ભારતભૂમિની ધરોહર છે. વિશ્વનું સર્વપ્રથમ મહાકાવ્ય રામાયણ છે. આજે ઋષિઓને યાદ કરવાનો ઉપક્રમ છે જે સૌને ગમશે. ''ઋષિ''- એટલે મંત્રદૃષ્ટા, નવું દર્શન આપનાર, સાધુ પુરુષ, ઉચ્ચ કોટિના સંત, શ્રેષ્ઠ તપસ્વી- જેવા ઘણા સાત્વિક અર્થો થાય છે. સમગ્ર જગતમાં જો કોઈ સાહિત્યની શરૃઆત થઈ હોય તો તે વેદ છે અને વેદોનું સાંગોપાંગ સર્જન કરનારા આપણા આ મહાન ઋષિઓ છે એ ઋષિઓને વંદન કરી આગળ વધીએ. ''ઋષિ''- ઓના પણ તેમના કર્મો અનુસાર અલગ અલગ પ્રકારો છે. રાજ્યાશ્રય મેળવી રાજાનું અને રાજ્યનું માર્ગદર્શન કરે એને રાજર્ષિ કહે છે, દા.ત. અયોધ્યામાં દશરથ રાજાના ઋષિ વશિષ્ઠ. જેમણે પોતપોતાના ક્ષેત્રમાં ખાસ મહારથ હાંસલ કરેલ હોય તેમને મહર્ષિ કહે છે. દા.ત. મહાભારત મહાકાવ્યના રચયિતા ...

પપ્પા એટલે શું❓

👉 આપણા ઘરની વન મેન સરકાર એટલે પપ્પા; 👉 આત્મવિશ્વાસ નો અડીખમ ગિરનાર એટલે પપ્પા; 👉 હિંમતનો દરિયો અને ક્રોધનું ઝાડ એટલે પપ્પા; 👉 સંતાનોના રક્ષણની સલામત વાડ એટલે પપ્પા; 💁 મમ્મીએ મને ડરતા શીખવ્યું; 👨 પપ્પાએ મને લડતા શીખવ્યું. 💁 મમ્મીએ મારી ઠેંસ પર મલમપટ્ટી કરી છે; 👨 પપ્પાએ ઈ ઠેંસ જોઈને મારી ધૂળ કાઢી છે. 💁 મમ્મીએ મને સંવેદનશીલ બનાવ્યો; જ્યારે 👨 પપ્પાએ મને સૈનિક બનાવ્યો છે. 👨 પપ્પા એક પ્રકૃતિ છે... 👉 જેમાં સતત બદલાવ આવ્યે રાખે છે. 💁 મમ્મીને સમજી શકાય.  પણ 👨 પપ્પાને સમજવા સંતાનો ની ફુટપટ્ટી હંમેશા ટુંકી પડે છે. 👍 આ પપ્પા 👨 જે સવારે થપ્પડ મારે અને સાંજે બગીચે ફરવા લઈ જાય છે. 👍 આ પપ્પા 👨 જે પહેલા ખૂબ રોવડાવે અને પછી દિવાળીના ફટાકડા લઈ આવે. 👍 આ પપ્પા 👨 જે પોતે સાઈકલ સ્વીકારીને છોકરાવ ને બાઈક અપાવે. 👍 આ પપ્પા 👨 જે સંતાનોની બધી ઈચ્છા પુરી કરવા પોતાની તમામ ઈચ્છા દફનાવે. 👍 આ પપ્પા 👨 જે સીઝનનું પહેલું ફ્રુટ ઘરમાં લાવે અને કોઈના થેંક્યુંની પણ અપેક્ષા ન રાખે. 👍 આ પપ્પા 👨 જે કદી કોઈનું ધાર્યું કરે નહીં અને પોતાનું ધાર્યું બઘું કરા...